પુરષોત્તમ માસની આરતી
મંગલ આરતી માતાને તાત મંગલ આરતી વૈકુંઠવાસ મંગલ આરતી માવાને પ્રોળે તુલસીને કયારે જે રેડે બેડુ તેને આવે શ્રીરામનું તેડું મંગલ આરતી માં તને તાત મંગલ આરતી વૈકુંઠવાસ મંગલ આરતી માવાની પ્રોળે તુલસીને કયારે જે કરે દીવડો હળ હળ કરતો જાય એનો જીવડો મંગલઆરતી માં તને તાત મંગલઆરતી વૈકુંઠવાસ મંગલઆરતી માવાને પ્રોળે જાતા જાદવરાય વળતા ત્રીકમરાય પુરણ પરષોત્તમ પુરે છે. આશ મંગલ આરતી મા તને તાત મંગલ આરતી વૈકુંઠવાસ મંગલ આરતી માવાને પ્રોળે.
પુરષોત્તમ માસની પુજા વિધી
ગાય રે ગાય તું મારી માય નિત નિત ડુંગરે ચરવા જાય ચરીવળી પાછી ફરી, સામા મળ્યા વાઘને સિંહ વાઘ કહે હું ગાયને ખાવ. ગાયને ખવાય નહિ, ગાયના છાણનો ચાકો થાય, ગાયના ઘીનો દીવો થાય, ગાયનું દુધ મહાદેવને ચડે, ગાયનાં પુંછડે પુર્વજ તરે, સોનાની શીંગડી રૂપની ખરી ગાયની પુંછડી હીરલે જડી,
મોંઘા તુલસી, મોંઘાપાન, મોંઘા રે શ્રી રામનાં નામ, મોંઘે વર્ષે વ્રત કરો, જાવ રે ચકલા ડુંગર ચડો, શણો, વણો, ચોખલીયા જઇ કોઠારે ભંડાર ભરો. જમણ લાડું, લાપસી, કારેલાની કઢી કરી, કરકો પાપડ, ચપટી પળી, દ્વારકાને વાટે ચડી, લે લે બ્રાહ્મણ લેતો જા આશિર્વાદ તો દેતો જા, લાલાને તો લહેર છે, જમવાનું સહુંને ઘેર છે, ઘીનો ઘળકો, કઢીનો સબડકો,
રામચંદ્રજી લીલે ઘોડે ચડી આવ્યા, પૃથ્વી ફરતી પ્રદક્ષિણા ફરી આવ્યાં, રામચંદ્રજીએ મુદ્રીકા નાખી, તપીએ લઇ પગ હેઠે ચાપી, તપીઓ કહે બાયુ બ્હેનું વ્રત કરે તે, પુન્ય તેને કેમ અપાય,
ઉઘાડે માથે અન્ન ધરે - દસમાં ભાગ્યનું પુન્ય તપીઆને,
ઉંબરાને ઓશીકું કરે - દસમાં ભાગ્યનું પુન્ય તપીઆને,
ધણી પ્હેલા વહુ જમે - દસમાં ભાગ્યનું પુન્ય તપીઆને,
સાસુ પ્હેલા વહુ જમે - દસમાં ભાગ્યનું પુન્ય તપીઆને,
ચુલે છાણું ભાંગે - દસમાં ભાગ્યનું પુન્ય તપીઆને,
દીવે દીવો કરે - દસમાં ભાગ્યનું પુન્ય તપીઆને,
ન વાસી જે નાહી - દસમાં ભાગ્યનું પુન્ય તપીઆને,
તપીઓ તપેશ્રી આપણે લાભેશ્રી, તપીઆનો વનમાં વાસ, આપણે શ્રી કૃષ્ણનાં ચરણોમાં વાસ, ચરણે ચરણે ચાખડી ચાખડીએ દીવા બળે, રામ સીતાને એટલું કહેજો કે સ્ત્રીઆ વ્રત કરે તે પરી પુર્ણ થાય અને પુન્ય શાળી બને.
વનેડીયાતું વનડીશમાં ભાઇની બ્હેનને કનડીશમાં કુડા કલંક ચડાવીશમાં સતમાં સત જગાડીશમાં વનેડીયાનો વનમાં વાસ આપણો શ્રી કૃષ્ણનાં ચરણોમાં વાસ,
અધરાતે ઓધવજી, મધરાતે માધવજી, સાંજ પડે શામળીયાજી, બપોરે બળદેવજી, રોંઢાનાં રણછોડજી, પરોઢીયે પરષોત્તમજી એટલા નામ લઇએ ઘરનાં કામ કરીએ.
આંબુડુ જાંબુડુ કરેને કોઠીબડું રાયપુરષોત્તમ નોતર્યા રાણી પુજે રાજમાં વાણીયો પુજે હાટમાં હું પુંજુ મારા કાજમાં જતા નાહ્યા જમનાજી, વળતા નાહ્યા ગંગાજી, જાદવરાય માધવરાય પુરણ પુરૂષોત્તમરાય સુદામાંનું સુખડું ભાગે સહુંનું દુઃખડું સુખડા લો શ્રીરામનાં....
...કીર્તન...
સીતારામ સીતારામ માળા જપીલે રામ, રાધેશ્યામ રાધેશ્યામ માળા જપીલે રામ.
છ વાગે છબીલા લાલ સાત વાગે સીતારામ, આઠવાગે અષ્ટભુજા, નવ વાગે નવ નાથ,
દસ વાગે દામોદર, અગીયાર વાગે નિર્ધનધારી, બાર વાગે બળદેવજી, એક વાગે નકળંગદેવ,
બે વાગે દુર્ગાની પુજા, ત્રણ વાગે ત્રિલોકીનાથ, ચાર વાગે ચારે ધામ, પાંચ વાગે પુરણકામ,
માળા જપીલે રામ ... ... ...
------------------------------------------------------------------------------------
Comments